STORYMIRROR

Aniruddhsinh Zala

Romance Children

3  

Aniruddhsinh Zala

Romance Children

શરદ પૂનમનો હેત છલકતો રાસ

શરદ પૂનમનો હેત છલકતો રાસ

1 min
192

હે.......

જોને ઊગ્યો પૂનમનો ચાંદલીયો, સહેલીઓ સોહે રૂડી આજ 

ઓલો ચાંદો સ્નેહ છલકાવતો, પછી આ હૈયું રહે કેમ હાથ,

હે.....

"મોતી જેવો મુખડું સોહે, કંઠ હલંબી કાચ.

મૃગનેણલી રંગ મોલમાં, રમવા ઉતરી રાસ.


શરદ પૂનમનો સોહે ચાંદલો ને, મારે હૈયે હરખ ન સમાય રે... 

આજ. રૂડાં સહુ રંગ રાસ રમે...ધ્રુવ.

હે.. નવરંગ સોહે ચુંદડીઓને રમે નમણી નાજુકડી નાર રે... 

આજ. રૂડાં સહુ રંગ રાસ રમે...ધ્રુવ.


મુખડા ચંદ્ર પ્રકાશે ચમકતાં ને વળી સોહે ગુલાબી એવાં ગાલ રે..

હે.. નભમાં ચમકતો રૂડો ચાંદલિયો ને જૂવો જામ્યો પૂનમનો રાસ રે..

આજ. રૂડાં સહુ રંગ રાસ રમે...ધ્રુવ.


સાહ્યબો ઘૂમે છે ફુદરડી ને ગોરી હરખાતી ઘૂમે સંગ રાસ રે.

હે... ઢોલ ઢબુકીયા એવાં ઢોલીડા કેરા, મારુ હૈયું હવે નહીં મુજ હાથ રે...

 આજ. રૂડાં સહુ રંગ રાસ રમે...ધ્રુવ.


રસીલી રંગભરી રાતડીને આજ, રસિયો ઘૂમે છે રંગે રાસ રે.

હે... મારો વાલીડો લાવ્યો છે રૂડી ઓઢણી, એમાં તારલાં મઢેલી ભાત રે...

આજ. રૂડાં સહુ રંગ રાસ રમે...ધ્રુવ.


ગોકુળ જેવો લાગે આ રાસ પૂનમનો, જાણે કાન રાધા રમે સાક્ષાત રે..

હે...ઊજળાં હૈયા થી હેત છલકતાં ને, જૂવો મનડાં મલકે ખુશીમાં આજ રે...

 આજ. રૂડાં સહુ રંગ રાસ રમે...ધ્રુવ.


ઝબૂકે છે ગરબે ઘણાં દીવડા. ને કેવો હૃદયે છલકતો પ્રેમરંગ રે..

હે... હે સરખી સહેલી ઘૂમે ગરબેને, 'રાજ' છલકે આનંદ અપાર રે...

આજ. રૂડાં સહુ રંગ રાસ રમે...ધ્રુવ.


  હે... ચંદ્રવરણી ચંદન જેવી, મૃગનયની મલકતી રાસ રમે 

મુજ હ્નદય સમીપે રસ ભરેલી, મારી રૂડી ને રંગીલી રાસ રમે 

હે... ઢોલ, મંજીરા બાજે, છનનનન પાયલ આ મીઠો રણકાર કરે.

હેત છલકતી, કામણ કરતી, ગોરી મોરલી બનીને થનગાટ કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance