STORYMIRROR

Nirali Shah

Romance

4  

Nirali Shah

Romance

શરદ પૂનમની રાત

શરદ પૂનમની રાત

1 min
624

આભે હશે જ્યારે પૂર્ણ ચંદ્ર સાથે અગણિત તારલિયા ભાત,

રમીશું આપણે સહુ ત્યારે રૂમઝૂમ ગરબા રાસ,

અમને ગમશે સજન તમારો સંગાથ,

તો આવશો ને સજન અમ સંગ મહાલવા શરદ પૂનમની રાત,


કોડી આભલાં સાથે છે ચણીયામાં તારલાંની ભાત,

ટીકી ને કીડીયાથી શોભતી ચોલી ને છે કસોનો સાથ,

માથે છે બાંધણીની ઓઢણી ને સેંથામાં સિંદૂરનો સાથ,

તો અવશોને સજન નીરખવા અમને શરદ પૂનમની રાત,


પગમાં હશે ઝાંઝરનાં ઝણકાર સાથે થનગનતો થનગનાટ,

અને હાથે તાળીઓનાં તાલ સાથે ચૂડી કંગણનો ખનખનાટ,

મનમાં હશે સજનને મળવાનો રણઝણાટ,

તો આવશો ને સજન - સજની સંગ રાસે રમવા‌ શરદ પૂનમની રાત ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance