STORYMIRROR

Nisha Shah

Drama

4  

Nisha Shah

Drama

શ્રાવણીયા

શ્રાવણીયા

1 min
342

ઝરમર ઝરમર શ્રાવણ સરવરિયા,

યાદ આવે મને તું સાવરિયા,

વારિ વરસે દળવાદળથી,

પાણી ટપકે વૃક્ષ પલ્લવેથી,

નીરખે મને તું બારસાખેથી,

ટગરટગર અનિમેષ નજરથી,

છબ છબ ભાદોનાં છબછબિયા,

યાદ આવે આસોનાં અવસરિયા.


રુમઝુમ રુમઝુમ ઝરણાં દોડે,

સરિતા થનગને સાગરને મળવા,

છમછમ છમછમ ઝાંઝર પહેરી,

દોડતી'તી હું તુજને મળવા,

રીમઝીમ રીમઝીમ વરસે મેહુલિયો,

યાદ આવે મને તું નાવલિયો,


ધ્રીબાંગ ધ્રીબાંગ ધીન અંબર ગાજે,

ધરણી ધ્રુજે વીજ ચમકારે આભનેે વળગે,

ધડધડ ધડધડ ધડકન દીલમાં,

વળગી પડતા એકમેકને ડરમાં,

ટીમટીમ ટીમટીમ ચમકે જુગનું,

યાદ આવે કોક સોણલ સપનું,


ઝરમર ઝરમર શ્રાવણ સરવરિયા,

યાદ આવે મને તું સરવરિયા.


Rate this content
Log in

Similar gujarati poem from Drama