શકે છે
શકે છે
ન કોઈ અમોને મિટાવી શકે છે
અગર હોય હિંમત બતાવી શકે છે
અમારી કલમમાં છે તાકાત એવી
ગમે ત્યાં એ મહેફિલ સજાવી શકે છે
અમસ્તી અમસ્તી હસી લઉં ભલે હું
ન કોઈ અકારણ રડાવી શકે છે
ચરણ છે અજાણ્યા સડકથી છતાં પણ
ન મંઝિલથી કોઈ હટાવી શકે છે
દુઃખોને સદા મિત્ર મારાં ગણ્યા છે
મુસીબત ન અમને હરાવી શકે છે
નિજાનંદમાં મસ્ત રહેતા અમે તો
ન કોઈ અમોને સતાવી શકે છે.