શિયાળાની સાંજ
શિયાળાની સાંજ


શિયાળાની એ સાંજે મળવું, યાદ આવી ગયું,
નદી કાંઠે કડક ચા નું પીવું, યાદ આવી ગયું.
મધુર એવી ગોષ્ઠીઓમાં ખોવાઈ જવું અને,
અચાનક મારી જોડે લડવું, યાદ આવી ગયું.
બાંકડે બેસી ગરમ મકાઈ ખાતા મસ્તી કરતા,
તારું ચકલીની જેમ ચહેકવું, યાદ આવી ગયું.
શિયાળાની એ ગુલાબી રમણીય સાંજ મહી,
આપણી ઘડકનનું એક થવું, યાદ આવી ગયું.
આજે બેઠી છે "સરવાણી" એકલી બાંકડે,
તારા સાથ સાથે મલકાવવું, યાદ આવી ગયું.