શિક્ષણ
શિક્ષણ
શિક્ષણને શિક્ષણ રહેવા દો,
પરંપરાને પરંપરા રહેવા દો.
માતાપિતા પાસે મૂડી છે તે રહેવા દો,
શિક્ષણને શિક્ષણ રહેવા દો.
ગરીબોને પણ પામવા દો,
વધુ સસ્તું અને સારું થવા દો.
ગરીબોને પણ દાકતર થવા દો,
એન્જીનિયર કે શિક્ષક થવા દો.
શિક્ષણને શિક્ષણ રહેવા દો,
સર્વે લોકો પાસે પહોંચવા દો.
આટલી નમ્ર અરજ છે,
શિક્ષણને શિક્ષણ રહેવા દો.
