શિક્ષક
શિક્ષક
શિક્ષક આપણું ભવિષ્ય ઉજ્જવળ કરવા પ્રયત્ન કરે,
અમુક વાલીઓ દેખાદેખીમાં વિદ્યાર્થીઓનું મનોબળ તોડે,
શિક્ષક અન્ય ક્ષેત્રે વિદ્યાર્થીઓની પારંગતતા શોધવામાં મદદ કરે,
અમુક વાલીઓ વિદ્યાર્થીઓને પુસ્તકનું જ્ઞાન જ મેળવવા મજબૂર કરે,
શિક્ષક બધા વિદ્યાર્થીઓને એકસમાન સમજે,
અમુક વાલીઓ એમના હોશિયાર છોકરાને નબળા સાથે બેસતાં રોકે,
શિક્ષક એકસાથે ઘણા બધા વિદ્યાર્થીઓને સાચવે,
અમુક વાલીઓ હોશિયાર બાળકને વધુ શીખવો એવી દલીલ કરે.
