શહેરના સમણાં
શહેરના સમણાં


શહેરના શમણાં (છંદ - મનહર, આંતરપ્રાસ)
શમણાં લઇ સોહાર્દના સૌ શહેરમાં આવ્યા,
આવ્યા એવા ગયા ખાલી હાથે પળવારમાં,
હતું એમ કે જિંદગી હશે રંગે ભરેલી ત્યાં,
ત્યાં તો ખબર પડી કે ભાઈ શ્વાસ લેવો ક્યાં,
આવ્યા તા જોઈ મોટામસ મહેલ જેવા ઘર,
ઘર તો ન મળ્યું નગરમાં મળ્યા મકાનો,
શહેરમાં ગોતવા નીકળ્યા હતા સૌ માણસ,
માણસ ગોતતા થાક્યા ત્યારે મળ્યા મડદાં,
ધન દોલત ને કીર્તિથી સાજવ્યું'તું જીવન,
જીવન એમને એમ ગ્યું કોરું ધાકોર જો.