STORYMIRROR

Mahendra Pandya 'નાદ'

Romance

4  

Mahendra Pandya 'નાદ'

Romance

શબ્દરંગ

શબ્દરંગ

1 min
1.0K

હાલે હૈયું વદન હરખે જોઈને ગાલ રાતા,

પ્રિયે મારા શબદ ઉડતા પ્રણયી રંગ થાતા.

કેસુડાથી સુમન ખરતા કેસરી ભાલ પાસે,

ફાગેણી તું વદન વદતી સાંવરી સાવ પાસે.


ખોબે ખોબે નવલ રસ લૈ રંગ દે એમ કેતી,

હાથે લીધા સતરંગ નવા જોમની જેમ વ્હેતી.

પ્રિયે તારા વદન ફરતે વ્હાલની વેલ કેવી,

સ્મિતે તારા ઝરણ ઝરતા ગાલની ગોખ જેવી.


સાડી કોરે ચરણ ચરતા મોરની ડોક કેવી,

મારી સામે પલટ પલટી નેણના નાચ જેવી.

રંગેરંગી ઝપટ કરતી રંગની પિચકારી,

સામેથી તૂં શબદ ઉડતી સ્નેહની કિલકારી.


રે રે ખીલ્યા સરદય મળ્યા ફૂલના રંગ કેવાં,

રંગે રંગ્યા સજન મળતા મેળના સંગ જેવા.


Rate this content
Log in

Similar gujarati poem from Romance