STORYMIRROR

amita shukla

Drama

3  

amita shukla

Drama

શબ્દોનો ભંડાર

શબ્દોનો ભંડાર

1 min
291

શબ્દોનો ભંડાર ભર્યો,

વલોણું એનું કીધું,

શબ્દોથી શબ્દો ટકરાયા,

આત્મમંથન કીધું,

શબ્દો નીકળ્યા માખણ રૂપે,

દિલનાં ઘા રૂઝવે,

શબ્દોની છાશ વહી ગઈ,

લાગણીઓની નદી,

શબ્દો થિજે ઘી સ્વરૂપે,

પ્રેમ અનહદ વરસે,

શબ્દો રહ્યા બગદા સ્વરૂપે,

આંસુ રૂપે નીકળે,

શબ્દોની છે કમાલ,

કલમ કે વાણી,

પળ પળમાં રમત રમે,

હાર કે જીત,

શબ્દોની પરિભાષા કરે,

હાસ્ય કે રુદન,

શબ્દોનું સંગીત બાજે,

મીઠું કે કર્કશ,

શબ્દોનાં વેણથી છૂટે,

તીર કે મલમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama