શબ્દોના સાગરમાં
શબ્દોના સાગરમાં


ડૂબી જવાયું એમ શબ્દોના સાગરમાં,
આથી હું ન આવી તારા નગરમાં,
હું બની કાગ પાણા નાખ્યા કરું છું,
તૃષિત ચાંચ ડૂબતી નથી પ્રેમ ગાગરમાં,
જાણું છું પ્રીતની સફર મુશ્કિલ છે,
તોય હું આવવાની તારા નગરમાં,
લોકને મારી નકલ કરવી બહુ ગમે,
આથી પગલાં પાડ્યાં બધી જ ડગરમાં,
ના મહેલોની જરૂરત પડી ત્યારથી,
એવું વસી જવાયું છે તુજ જીગરમાં !