શબ્દો
શબ્દો
જેમ મૃગ અવિરત દોટ લગાવે,
ને કસ્તુરી ભીતરથીજ મહેકી જાય,
એમ કલમ કાગળ પર દોટ મૂકે ને,
લાગણીભીના શબ્દો જીતી જાય.
કોઈ અકળાયેલી આશા માથું ઊંચકે,
ત્યારે ભીતરના ભાવ થીજી જાય,
જેમ અચળ પાણીમાં સ્પર્શમાત્ર,
લાગણીના વમળ રીજી જાય.
શબ્દો દિલને અડે ત્યારે,
કાવ્યથી પણ પરાણે પ્રીતિ થાય,
એ કાવ્યની રચના ખાતર,
કેટલાય ઘાવ દિલ પર વિતી જાય.