STORYMIRROR

Shaurya Parmar

Drama

3  

Shaurya Parmar

Drama

શબ્દો !

શબ્દો !

1 min
26.6K



શબ્દો મારા સીધા સબંધ કરશે,

તારા દિલમાં જગા અકબંધ કરશે,


રોજ રોજ યાદ આવીને,

તને બરોબર તંગ કરશે,


તારું મન એને ભૂલવા,

યાદો સાથે જંગ કરશે,


જંગમાં થોડા ઘા પડશે,

શબ્દો જીતશે તને દંગ કરશે,


પછી શબ્દો મલમ બનશે,

ઘા પર મીઠી સુગંધ ભરશે,


ઘા ગાયબ થશે તમામ,

સંબંધ એક ઉમંગ ભરશે,


ઉમંગ ઉત્સવ ને પ્રસંગ બનશે,

શબ્દો જીવનમાં નવો રંગ ભરશે,


શબ્દો મારા સીધા સંબંધ કરશે,

તારા દિલમાં જગા અકબંધ કરશે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama