STORYMIRROR

Dr Sejal Desai

Romance

3  

Dr Sejal Desai

Romance

શબ્દ

શબ્દ

1 min
843



તું શબ્દ બનીને આવ, હું લખું એક કવિતા ;

તારા શબ્દો મારી કવિતામાં ભળી વહેશે જાણે સરિતા !


તું સૂર બની ને આવ, હું ગાઉં એક ગીત ;

તારા સૂર મારા ગીતમાં ભળી રચશે મધુર સંગીત !


તું રંગ બનીને આવ, હું બનાવું એક રંગોળી ;

તારા રંગ મારી રંગોળીમાં ભરી ઉજવશે દિવાળી !


તું પ્રેરણા બની ને આવ, હું કંડારુ એક મૂર્તિ,

તારી પ્રેરણા મારી મૂર્તિમાં નવા પ્રાણ પુરતી !


Rate this content
Log in

Similar gujarati poem from Romance