શૈલપુત્રી દેવીનો ગરબો
શૈલપુત્રી દેવીનો ગરબો
હે.જી.....
નવરાત્રી છે દેવી આરાધના કેરી, નાચવાનો નહીં ફક્ત નાચ
શાંત હૃદય ને ભક્તિ કરો, આંખો ન ફેરવો બહુ આસપાસ,
નોરતાની આવી રાત, મા રમજો માઝમ રાત
ભક્તિ કરુ તવ ઝાઝેરી હેતથી
માં કરજો બેડો પાર..
શ્વેત વસ્ત્રધારી મા તું શાંતિ સંતોષ દેનારી
ભીડ પડે તો એક પોકારે આવજે
દેવી ભગવતી કરજે સહાય.
મા કરજો બેડો પાર..
નવલા નોરતે છલકે હૃદયે, ભક્તિ મા અપાર
શ્રદ્ધાનો દીવડો મા હૃદયે પ્રગટાવજે
નવ નોરતાં ધરુ તવ ધ્યાન
મા કરજો બેડો પાર....
'રાજ' કરે વિનંતી બાનાની પત રાખજો માડી
ભીડ પડે ભેળા તમે રે'જો મા ભવાની
હે માડી લળી લળી લાગુ પાય
મા કરજો બેડો પાર...
નોરતાની આવી રાત, મા રમજો માઝમ રાત,
ભક્તિ કરુ તવ ઝાઝેરી હેતથી
મા કરજો બેડો પાર.
