સહારો તારો....
સહારો તારો....
તું આવીજા મારી પાસે
તને ખૂબ જ યાદ કરું છું
કેમ પકડીને બેઠો છે જૂની વાતો?
નવી યાદો બનાવવા મારે જોઈએ છે સહારો તારો....
સાથે યાદો ની માળા બનાવીએ
તારા દિલ ના ખૂણામાં ઘર બનાવું મારુ
નવેથી કરીએ શરૂઆત જીવનની
રંગ પુરાવા જોઈએ છે આવકારો તારો....
જિંદગીની સફર માં સાથ આપજે તું
નથી ચાલવું જીવનના આ પથ પર એકલું
આ વ્યવહારમાં જો રસ્તો ભુલાય તો
સાચો માર્ગ દેખવા મારે જોઈએ છે ઈશારો તારો...
કોશિશ તો ઘણી કરી હતી મજબૂત બનવાની
છતાં તારી એક ઝલક થી છલકાઈ ગઈ આંખ મારી
આંખમાં આવેલા આંસુ નો
તારી હથેળી માં જોઈએ છે ઉતારો મારો...
સમાજ ના આ રીત-રિવાજ ની સમજણ આપજે મને
થતી ભૂલો નો સુધારો કરાવજે મને
સાથ નિભાવીશું દરેક રસ્તા પર એકબીજા નો
જિંદગી જીવવા મારે જોઈએ છે સહારો તારો...
તારા મનની દલીલો સામે પડી
મારી સાંત્વના ખૂબ જ ટૂંકી
મારે મરવું છે તારી અર્ધાંગિની બનીને
બધું જ છોડી ને ચાલી આવીશ તારી પાસે
બસ મારે જોઈએ છે એ વિશ્વાસ નો હોંકારો તારો....