શારદા તારાં છે દિકરા
શારદા તારાં છે દિકરા
સાત… સાત રે…
શારદા તારાં છે દિકરા…
સૌથી લાડકવાયા રે…
શારદા તારાં છે દિકરા…
સા, રે, ગ, મ અને પ, ધ, ની દિકરા, (૨)
સાત સાગર જેવાં રે…
શારદા તારાં છે દિકરા…
વીણા ને વાંસળી; શરણાઈમાં દીઠાં, (૨)
તંબ
ુર તાલે ઝુલતાં રે…
શારદા તારાં છે દિકરા…
ગીત-સંગીતનાં સૂર છે મીઠાં, (૨)
નટરાજ થઈ નાચતાં રે…
શારદા તારાં છે દિકરા…
સાતેય તારાં ખોળલા રે ખૂંદતા, (૨)
'અર્જુન' કે' બહું વ્હાલા રે…
શારદા તારાં છે દિકરા…