The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Hemaxi Buch

Drama

2  

Hemaxi Buch

Drama

શાળા

શાળા

1 min
369



શમારી શાળા

હા.. જ્યાં જીવન ઘડતર ના

પાઠ શીખ્યા

એકડો ઘૂંટતા શીખ્યો

કક્કો લખતાં વાંચતાં શીખ્યો

હા.. એ જ શાળા જ્યાં પાટી પેન

લઈ અક્ષર જ્ઞાનની પા પા પગલી માંડી

બહુ યાદ આવે એ દિવસો

એ સાથે ભણતાં, રમતા સહપાઠીઓ

કેટલી એ નિર્દોષ મજાક મસ્તી

કેટલાય તોફાનો, કેટલીયે વઢ

એ બધા શિક્ષકો, 

એમનું વ્હાલ, એમની વઢ

એ ઘરકામ પૂરું કરવાની ઝંઝટ

એ સાથે કરવામાં આવતી પ્રાર્થના

એ તોફાન કરતા કરવામાં આવતી કસરત

રીસેશ પડતા દોસ્તો સાથે મળી નાસ્તા લજજત નો આનંદ

કેવું અચાનક આંખ ઝપક્તા

ચાલ્યું ગયું એ બધું

જાણે કે સપનું

આજે પણ સવારે 

બાળકો ને શાળા એ જતા જોઉં

મને મારી શાળા યાદ આવે

આમ તો શાળા મારી નજર સામે જ છે

નસીબદાર છું કે વારંવાર ત્યાં જવાનો મોકો મળે છે

પણ એ દિવસો , એ દોસ્ત, એ પળ થોડી ફરી આવવાની

બહુ યાદ આવે મને શાળા 

હા.. એ મારી શાળા


Rate this content
Log in