શાળા ચાલુ થઈ
શાળા ચાલુ થઈ
શાળાના પટાંગણમાં આજે
ઘંટી વાગી રે ભાઈ વાગી
છોકરાઓ સૌ દોડીને આવ્યા
ભણવાને થતાં રાજી રાજી,
પ્રાર્થના હોલમાં બેસી
ઈશ્વરને યાદ કરવા
ભજન ધૂનની ધમાલથી
સંગીતમય લહેર દોડી,
બંધ રુમના ઓરડા ખૂલ્યા
સાફ સફાઈથી થયા સજ્જ
બંધ પડેલી દીવાલ
આજે ફરીથી બોલતી થઈ,
અંકગણન કરતાં થયાં બાળકો
ફરી વર્ગમાં અવરજવર થઈ
વાર્તા સાંભળતા થયાં બાળકો
આજ ફરી શાળા ચાલુ થઈ.
