STORYMIRROR

'Sagar' Ramolia

Children

3  

'Sagar' Ramolia

Children

શાકવાળો

શાકવાળો

1 min
340

આવો ભાયો ને આવો બેનડીઓ,

શાકવાળાની બૂમ પડી છે;

લેજો ઝૂમખડાં ને તૂરિયાંયે લેજો,

દૂધી પણ આ રૂપકડી છે.


ખરીદો તુવેર ને ભાજી ખરીદજો,

કોબીજ આ જાણે પાઘડી છે !

ભીંડો ને રીંગણું, મૂળો ને ડુંગળી,

ટમેટાંની છાલ રાતડી છે.


તાજી ફૂલકોબી ને સૂરણ છે મોટું,

ગુવારની સીંગ વાંકડી છે;

નિરાંતે લેજો ને સારું-સારું લેજો,

ચમકે ગાજરથી આંખડી છે.


ઓછું નહિ આવે, ખરાબ નહિ આવે,

શાકવાળાની એવી વાતડી છે;

તાજું-તાજું ખાજો ને તાજા-માજા રહેજો,

લીલોતરી એવી ફાંકડી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Children