STORYMIRROR

Ashuman Sai Yogi Ravaldev

Drama Inspirational

4  

Ashuman Sai Yogi Ravaldev

Drama Inspirational

સગપણનું આંધણ

સગપણનું આંધણ

1 min
446

સગપણનું આંધણ મૂક્યું છે, વ્હાલ ઓળી જજો,

ઊભરાય ના જાય,વેર, ક્યારેક ઢાંકણ ખોલી જજો,


મીઠું ઓછું ને,ચટપટા મસાલા, ઢગલો નાંખ્યા છે,

ચડી ના જાય કીડીઓ, કયારેક ચાસણી બદલી જજો,


રોજ ના આવો તો કંઈ નહીં, રવિવાર અચૂક આવજો,

રજાની મજા લાવી દે તેવો, સંબંધ એકાદ સાચવજો,


હું તો નીતરુ છું, બે ધાર, હર ચોમાસે વગર વરસાદ,

એકાદો શ્રાવણ તમે પણ આવી, ગામડે પલળી જજો,


ઓડી મર્સિડીઝમાં સૂવો, તે તો વિધાતાના લેખ છે,

બસ,એકાદવાર બળદગાડામાં ગામડું જગાડી જજો,


ભાડાના મા-બાપ તો દુનિયા આખીમાં મળશે હરપળ,

મફતના મા-બાપનો ઓળો ક્યારેક ચાખી જજો,


અડધી પ્યાલીમાં ધરાઈ જશો ખબર છે,પાર્ટી-પીકનીકમાં,

અધૂરો ઓડકાર ગાયના દૂધનો ગામડે ફરી મૂકી જજો.



Rate this content
Log in

Similar gujarati poem from Drama