દિવસની દુનિયા
દિવસની દુનિયા
દિવસની દુનિયામાં દીપ દીપ થઈએ
દિવસની જ્યોત ને પ્રગટાવી લઈએ,
સોમવારની સવારને સોનેથી મઢી લઈએ
મંગળવારની માયાને મનથી મનાવી લઈએ,
બુધવારની બુધ્ધિને બળમાં ભેળવી દઈએ
ગુરુવારની ગીતાવલીને ગુંજનથી ગાઈ લઈએ,
શુક્રવારની સાંજને સંસ્કારથી સજાવી લઈએ
શનિવારની શોભામાં વધારો કરી દઈએ,
રવિવારના રિવાજોને રાજી રહી નિભાવી લઈએ.
