વેદોની વાત
વેદોની વાત
વેદો આ વાત છે જીવનનો શણગાર છે
વેદોની આ સંસ્કૃતિ છે જીવનની સુવાસ છે,
વેદો છે પ્રાચીન પળ જાણીએ એનો જૂનો સાર
વેદો છે આપણું ગુંજતું ગૌરવ વેદોને વણીને,
જુનો વેદ છે આપણો ઋગવેદ ઋચાઓને જાણીએ
યજ્ઞ શીખવતો વેદ છે આપણો યજુર્વેદ આહુતિને ધરીએ,
સંગીત શીખવતો સામવેદ છે ગીતોને ગુંજવીએ
અર્થનો ઉપયોગ શીખવતો આપણો અર્થવેદ છે,
વેદોની છે સુંદર વાચા જીવનમાં બનાવે સાચા
જીવનની શરૂઆત લઈએ ચાલો વેદોને જાણી લઈએ.
