સેવંતીના ફૂલ
સેવંતીના ફૂલ
અમે બાગ બગીચાના સુંદર ફૂલો,
ના અમે કોઈ ગુલાબના સુંદર ફૂલો,
અમેતો મજાના સુંદર સેવંતીના ફૂલો,
મહેંકુ ચહેંકુ વસંતના વાયરે, જોને
ખીલી ઉઠયું મધુવન.......
ચો તરફ છવાઈ ગઈ છે હરિયાળી,
મારી આંખોથી નીતરે પીળા ચંદન,
બાગ બાગ પપીહા બોલે...
અમને ગમતા મીઠાં સંગીત ભમરાના,
અને પતંગિયાના, દોડીદોડી આવે અમને
મળવાને હળવાને....
અમને આપી કુદરતે અનગિનત પાંખડીઓ,
પાંખડીઓના નાદે શ્રીકૃષ્ણ શ્યામ ડોલે,
પાંખડીઓના પમરાટે ઝીણી ઝરમર બોલે,
અમે સુંદર મજાના ફૂલ અમે રૂ ની પૂણી
જેવા સેવંતીના ફૂલ... અમે વેણીના ફૂલ....
