સબંધ આપણો
સબંધ આપણો
ટેરવામાં ઝૂરતો મીઠો,
સબંધ આપણો,
વેઢે વેઢે ફૂલતો ફાલતો,
સબંધ આપણો.
હથેલીમાં વરસતી લાગણીનો,
સબંધ આપણો,
નયનકમલમાં વસતો નજરોનો,
સબંધ આપણો.
સ્મિત સ્મિતે હરખાતો હાસ્યનો,
સબંધ આપણો
સુગંધે સુગંધે પરખાતો પ્રેમનો,
સબંધ આપણો.
રુતુએ રુતુએ સમજાતો સ્નેહનો,
સબંધ આપણો.
ટેરવામાં ઝૂરતો મીઠો,
સબંધ આપણો.