STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Drama Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Drama Others

સૌથી અઘરી કિતાબ

સૌથી અઘરી કિતાબ

1 min
215

આ વિશ્વ એક કિતાબઘર,

હર એક ચહેરો છે કિતાબ,


કોઈનો ચહેરો છે ગુલાબ,

તો કોઈનો આફતાબ,


તો કોઈનો સુંદર લાજવાબ,

તો કોઈનો ઉદાસ બેહિસાબ,


કોઈના ચહેરા પર હાસ્યનો નકાબ,

હર ચહેરો છે એક કિતાબ,


ખૂબ અટપટી અઘરી છે આ કિતાબ

હર ચહેરાનો અલગ છે રૂઆબ,


કોઈ ખુશી માંઆંસુ છલકાવે

તો કોઈ દુઃખમાં પણ મો મલકાવે,


સમજવી અઘરી છે આ ચહેરાની કિતાબ

હસતા ચહેરા પર નકલી હોય છે નકાબ,


ચહેરો સૌથી અઘરી કિતાબ છે જનાબ.


Rate this content
Log in

Similar gujarati poem from Drama