STORYMIRROR

Rekha Patel

Romance Inspirational

4  

Rekha Patel

Romance Inspirational

સૌંદર્ય

સૌંદર્ય

1 min
300

દાહક બનીને સૌંદર્ય દઝાડતું રહ્યું,

પાવક બનીને અસ્તિત્વ પમાડતું રહ્યું.


ક્યાં કોઈ ઘટમાળ બને છે તાજી જીવનમાં ?

ઝરણાંની માફક જીવન રમાડતું રહ્યું,


કદીક સુખદુઃખની મીઠી છાયડીઓમાં,

અનેક અભાવો વચ્ચે જીવતર જીવાતું રહ્યું,


અંદરથી તો લાવાની લાલિમા ભભૂકે છે,

બહારથી આંસુઓનું તોરણ લૂછાતું રહ્યું,


ક્યાં સુધી તું સરવાળા બાદબાકી કરતી રહીશ ?

એક પછી એક સમયનો ભાગાકાર કરતું રહ્યું,


બહું દોડી લીધું બાહ્ય સૌંદર્યની પાછળ હવે તો, 

મન આંતરિક સૌંદર્યની પાછળ ભાગતું રહ્યું,


"સખી" માંડ થાકીને બેઠી છું મારા અસ્તિત્વને ટકાવી રાખવા, 

ત્યાં તો અંતિમ ચરણે જીવન ટકોરા મારી ભાગતું રહ્યું. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance