સૌ કોઈ પુછે એ જગદીશને
સૌ કોઈ પુછે એ જગદીશને
એકવાર એક માણસ મર્યા પછી સ્વર્ગમાં
જાય છે અને જગદીશને કહે છે,
તમે આ તમારા જગતનું ધ્યાન
નથી રાખતા કેટલું બગડી ગયું છે !
તમારે અવતરણ કરવું જોઈએ,
કાંતો તમારો કોઈ દુત મુકવો જોઈએ,
જગદીશ એક હળવા અટ્હાસ્ય સાથે કહે છે,
મેં તને તો મુક્યો, બોલ હવે તેં શું કર્યું ?
બસ આપણી પરિસ્થિતિ પણ આજ છે,
જગત બગડ્યું જગત બગડ્યું,
સૌ કોઈ પુછે એ જગદીશને...
જગદીશ પુછે સૌને તુ જ કે શું કરુ ?
