સૈનિક, પત્ની અને પુત્ર
સૈનિક, પત્ની અને પુત્ર
પ્રતીક્ષાના બે પહાડ વચ્ચે
આશાઓની ઝાંખપની પેલે પાર
ટેન્કો ધણધણે છે.
ગોળીઓ કાળજાને
વિંધી
બેફામ પસાર થાય
ને
સેંકડો માઈલ દૂર
નવજાત શિશુ
માની છાતીએથી ક્ષીર તાણે !
પતિનું સિંદૂર પ્રશ્ન બની
સતત ઝળહળે આંખોમાં
ફફડતા હૃદયના ધક ધક ધબકારમાં
એક શ્વાસની આવ - જા !
