સાયબો મારો
સાયબો મારો
સાયબો મારો શ્રાવણ બનીને વરસે બારેમાસ,
એતો છે મારા જીવનનો અનોખો પ્રાસ,
એનાથીજ જીવન છે મારું મધુર રસદાર,
એતો વસે છે મારામાં બનીને મારો શ્વાસ,
સાયબો મારો શ્રાવણ બની લાવે જીવનમાં બહાર,
એતો છે મારા જીવનનો રંગીલો તહેવાર,
એનાથીજ જીવનમાં ચાલે છે વહેવાર,
એતો શ્વસે છે મારામાં બનીને હૈયાનો હાર,
સાયબો મારો શ્રાવણ બનીને ઠારે હૈયાની આગ,
એતો છે મારા જીવનની એક માધુરી પ્યાસ,
એનાથીજ છે જીવનનો અલગ છે અંદાઝ,
એતો હસે છે મારામાં બનીને હોઠોનો વિલાસ.

