સાથે મારી નીતુ હોય
સાથે મારી નીતુ હોય
સાથે મારી નીતુ હોય,
પછી શું ફરક પડે જિંદગી મારી કેટલી હોય,
સવારે જાગું અને મારાં નીતુના હાથની ચા હોય,
પછી શું ફરક પડે સવારે નાસ્તો ના હોય.
ખેતીમાં સાથે કામ કરતી મારી નીતુ હોય,
પછી શું ફરક પડે કે મારી પાસે નોકરી ના હોય.
મારાં સુખ અને દુઃખમાં સાથે નીતુ હોય,
પછી શું ફરક પડે કે ખીસામાં પૈસા ના હોય.
સાંજે નીતુના હાથનો રોટલો હોય,
પછી શું ફરક પડે કે જમવામાં પંજાબી ના હોય.

