સાત
સાત
ઇંદ્રધનુષ્યે સાત રંગ નીસર્યા જલબિંદુ
મધુર કર્ણપ્રિય સપ્ત સૂર સંગીત સિંધુ,
વાર સાત અઠવાડિયે એક છે ચક્રમાન
સાત અજાયબી વિશ્વે પામતી સન્માન,
સાત નિરવયવ સંખ્યા આવે ચોથા ક્રમે
યશસ્વી ને ખુશહાલ સાતે ગણિતજ્ઞ રમે,
આવર્ત કોષ્ટકમાં હારમાળા આડી સાત
તટસ્થ છે પી એચ પાણીની કરશે વાત,
ઇંદ્રધનુષ્યે સાત રંગ નીસર્યા જલબિંદુ
સપ્તપદી ન તેજાબ ન ક્ષાર છે રસ ઇંદુ.
