સાંજ ઢળી
સાંજ ઢળી
ચાલને સાથી, સાંજ ઢળી,
દિવસનું ઉજાળું પૂરું થયું,
નભમાં અંધારું ઘૂમી વળ્યું..
આપણે એ ક્ષણને મૂકીને આગળ વધીએ.
દિવસનાં અધૂરાં રહેલાં કામો,
યાદ કરેલાં નામો
- નો હિસાબ - હવે સાંભરી લઈએ,
આ તારું, આ મારું,
એ સ્વાર્થની સીડી બાજુએ મૂકીને,
હેતની હેલી સૌનાં દિલમાં ખીલવી દઈએ !
