સાઈકલ
સાઈકલ
સાઈકલ મારી, પ્યારી સવારી,
એની વાત છે બહુજ નિરાળી,
પેન્ડલ મારું ને દોડી દોડી જાય,
સર.ર..ર. કરતી ભાગી દોડી જાય,
સીટ એની સુંદર, પોચી ને સુંવાળી,
મધુર રણકાર કરતી એની ઘંટડી,
પ્રદૂષણથી હંમેશાં દૂર જ રહેતી,
જાણે કે દોસ્ત મારી ઇકો ફ્રેન્ડલી,
પેટ્રોલ ડીઝલથી દૂર જ રહેતી,
ઇંધણ બચાવનો સંદેશ દેતી,
સાઈકલ મારી પ્યારી સવારી,
પવન સાથે વાતો કરતી જાય,
પેંડલ મારું ને ભાગી દોડી જાય,
સ.ર.ર.ર.. કરતી ભાગી દોડી જાય.
