STORYMIRROR

Shaurya Parmar

Romance Others Inspirational

2  

Shaurya Parmar

Romance Others Inspirational

સાઈકલ

સાઈકલ

1 min
2.4K


હું જાતો હોય ચાલતો રસ્તામાં

અને એ સાઈકલ લઈને નીકળે,

આહા! દિલની હવા નીકળે,

ઓરતાં ભારે જાગે મનમાં,

કે ઉભી રાખું ને વાત કરી લવ,

એકાએક સાઈકલની ચેન ઉતરે,

મન મારું ચકડોળે ચડે,

તારા શ્વેત હસ્ત નાજુક કોમળ

તેને શ્યામ કંઈ થવા દેવાય?

હું દોટ મુકીને આવું મદદે,

ચેન ચડાવામાં થોડો સમય વધે,

આમ મારા ધબકારા વધે,

ચેન ચડાવી જાણે હોવ પોરસ,

એમ તારી આંખમાં જોવ,

અને તું કહે,

આભાર

તારો સઘળો ભાર હું ઉપાડી લવ,

એવું કહેવાય તે પહેલા

તું સાઈકલ લઈને ચાલી જવ,

શું હતો એ દિવસ !

શું કવ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance