STORYMIRROR

Jaydip Bharoliya

Inspirational

3  

Jaydip Bharoliya

Inspirational

સાહસ

સાહસ

1 min
813




હતાશ થઈ શું આમ જ બેસી રહેવાનો?

વિચાર્યુ છે કંઈ કે હવે શું કરવાનો?


ચાલ સમજું છું, તૂટી છે તારી આશાઓ

પરંતુ તેને સાથે લઈ ક્યાં સુધી ફરવાનો?


થયું છે જે કંઈ પણ, હવે ભૂલી જા

આશા નવી બાંધ, શું આ સમય છે આંસુ વહાવવાનો?


આજ નહીં તો કાલ, સૂરજ ઉગશે સફળતાનો

આમજ બેસી રહીશ તો વારો આવશે ફરી હસવાનો?


જીંદગી છે આ બે પળની, વટથી જીવી બતાવ

કંઈક એવું કરી બતાવ, ના આવે સમય રડવાનો


વફા કર આજે તું તારી જીંદગીને, સાહસ એવું કર,

સમય ના આવે ફરી તારી હતાશાને દર્શાવવાનો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational