સાદ પાડીને આવ્યો
સાદ પાડીને આવ્યો
વરસાદ આવ્યો, વર જાણે સાસરે વધૂને સાદ પાડતો આવ્યો,
નવા નવા જમાઈને સાસરિયાએ સ્વાગત કરીને વધાવ્યો,
વરસાદમાં ભીંજવા વર ઓફિસમાંથી રજા લઈને આવ્યો,
છત્રી ખોલી તો કાગડો બની કેવી યુક્તિ સૂઝી પવનને !
છત ઉપર વર વધુને વરસી પડવા વરસાદ યુક્તિથી લાવ્યો,
શરમાતી વધૂને જોઇને વરસાદ વધુ છલકાયો,
છલકાતા પ્રેમ ને જોઇને ભાન ભૂલીને આવ્યો,
ભાનમાંથી જાગ્યો તો શાન બનીને આવ્યો,
શાન ભાન એક કરીને અચૂક નિશાને આવ્યો,
ખુશીનાં અશ્રુ બિંદુરૂપે ધરા પર જાણે લાવ્યો,
બ્રેડમાં જાણે બટર અને જામ થઈને આવ્યો,
ઝરણાંએ કર્યું સ્વાગત, નદીએ પણ વધાવ્યો,
દરિયો પણ એક એક બિંદુ તરસવા લાગ્યો,
કોઈના કહેવાથી ન રોકાયો દાદાગીરી કરતો આવ્યો,
બાષ્પ લઈને ગયો ગગનમાં, બિંદુ બની પાછો આવ્યો,
જેનું છે એને પાછું સોંપવા ભીની લાગણીએ છલકાયો!