STORYMIRROR

Geeta Thakkar

Inspirational Others

4  

Geeta Thakkar

Inspirational Others

સાદ છે

સાદ છે

1 min
251

'ચાલને ભીંજાઈએ' મેહુલિયાનો સાદ છે.

મતવાલી મોસમનો આ પહેલો વરસાદ છે.


વાદળ લાવ્યા સંદેશ, 'નભે ઉગ્યું ચોમાસુ',

વ્યાકુળ ધરતીની પ્યાસનો આજે અવસાદ છે.


ગોરીનાં ગાલે ફૂટી લજ્જાની લાલી,

ભીની માટીની મહેકનો ભીનો ઉન્માદ છે.


'ચાલો ચાલો ને રમીએ સૌ હોડી હોડી',

શૈશવનાં સાથીઓનો સહિયારો સાદ છે.


ટપટપ પડતાં ટીપાંઓનો તરખાટ સુણો,

'આવ રે વરસાદ' થતી પૂરી મન મુરાદ છે.


લીલાછમ, નવલાં શણગાર સજ્યા ધરતીએ,

સૌ પર્ણોએ આપસમાં સાધ્યો સંવાદ છે.


ભીના હૈયાં, ભીના સ્પંદન, ભીના સમણાં,

થનગન કરતાં મનમોરનો સઘળે નિનાદ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational