STORYMIRROR

Bharat Thacker

Abstract Inspirational

3  

Bharat Thacker

Abstract Inspirational

સાચી સ્વતંત્રતા

સાચી સ્વતંત્રતા

1 min
287

સ્વતંત્રતા દિવસે, આઝાદીના લડવૈયાનો યાદ આવે છે ઈતિહાસ

અંધારું છે સ્વતંત્રતા બાદ પણ, બહુ જ થોડો ભાસે છે અજવાસ,


નાનકડા ચોર દેવડીએ દંડાય અને લૂંટનારાઓ મહેફિલે મંડાય

સ્વતંત્રતાના નામે આ કેવો મંડાણો છે રકાસ,


છોકરીની જાત માટે તો કોખમાં જ બની રહે છે કબર

કઈ હદ સુધી થઈ રહ્યો છે મહિલાઓનો ઉપહાસ,


રમવા ભણવાની ઉંમરે કરાવે છે કાળી મજૂરી એમની પાસે

બાળ મજૂરો નજર પડતા હોય છે આપણી ચોપાસ,


બિનસાંપ્રદાયિકતાના નામને વટલાવે છે નેતાઓ

અને ધર્મના નામે દેખાઈ રહ્યો છે વિલાસ,


મારે શું ? અને આમાં મારું શું જાય ? ની ભાવનાઓ

આપણી સ્વતંત્રતા માટે બની રહી છે મોટો ત્રાસ,


સ્વતંત્રતાના નામે, આ કેવા છે પરતંત્રના કાળા મંત્ર

સાચી સ્વતંત્રતા માંગે, ‘સહુનો સાથ, સહુનો વિકાસ.'


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract