STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

3  

Ramesh Patel (Aakashdeep)

Romance

રૂમઝૂમ કરતી આવી રે હોળી…

રૂમઝૂમ કરતી આવી રે હોળી…

1 min
249

રૂમઝૂમ  કરતી આવી  રે હોળી…


વાસંતી  રાણીના  લટકા

વગડાની પાઘડીયે ટહુકા

વગાડે રે ઢોલ… આજ વનમાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે  હોળી


વગડો ઝૂમતો જુવાન

ગાઓ મીઠડાં રે ગાન

મઘમઘ વાયરે ઉમંગ વીંટાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી


કેસૂડાનાં  કામણ

ચીતરો રે દામન

રસકસથી તસતસતી ભરી છે ઝોળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી


છે ફાગણિયા વ્હાલ

લો હાથમાં ગુલાલ

હૈયાના હરખની ખૂલી તિજોરી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી


હોળીના રંગીલા નાદ

આજ  છોડો ફરિયાદ

ભૂલી વેર… ભરો ગુલાલની થાળી

સહિયર મોરી,

રૂમઝૂમ કરતી આવી  રે હોળી

રમેશ પટેલ(આકાશદીપ)


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance