Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

રૂહ

રૂહ

1 min
123

જન્મથી મરણ સુધી જીસ્મ આપણું સતત બદલતું રહ્યું,

એક રૂહ બની કોઈ ભીતરથી રોજ આ સઘળું જોતું રહ્યું !

ક્રિયાઓ ને પ્રતિક્રિયાઓ કરતી રહી પ્રભાવિત સદા મનને,

સૌથી અસંગ રહી રૂહ જેવું ભીતર કોઈ સળવળતું રહ્યું !

શ્વાસો ઉપર સદા રહ્યો પહેરો સમયની ક્ષણોનો મોત બની,

બે શ્વાસો વચ્ચે શૂન્યમાં રૂહ જેવું કોઈ શાશ્વત મચલતું રહ્યું !

મનની પ્રકૃતિ રસ્તા બદલીને શોધી રહી છે મંઝિલ જન્મોથી,

ને ખુદ મંઝિલ બની રૂહ જેવું ભીતર કોઈ શાંત બેઠું રહ્યું !

એક "પરમ" વહેમને હું પંપાળી રહ્યો યુગોથી આ ખોળિયામાં,

રૂહ ઓળખાયા પછી "પાગલ" પન મારૂં રોજ વધતું રહ્યું !

Rate this content
Log in

Similar gujarati poem from Drama