રૂબરૂ જ આવવું પડશે
રૂબરૂ જ આવવું પડશે
ત્રુકોલરથી કોન્ટેક્ટ નંબર કદાચ તું શોધી શકીશ,
પણ ચા-ઠંડુ પીને વાત કરવા તો રૂબરૂજ આવવું પડશે.
ગૂગલ મેપમાં લોકેશન મારું તું શોધી શકીશ,
પણ ખભે રાખવા માથું તો રૂબરૂજ આવવું પડશે.
સોશિયલ મિડિયા પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ,
પણ લાગણી જોવા મારી તો રૂબરૂજ આવવું પડશે.
વોટ્સએપ પર ઈમોજીસ વડે હસી રડી શકીશ,
પણ હર્ષનાં આંસુ વહેંચવા તો રૂબરૂજ આવવું પડશે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટને લાઈક કોમેન્ટ કરી શકીશ,
પણ પીઠ મારી થાબડવા તો રૂબરૂજ આવવું પડશે.
ઓનલાઈન તો વિડીઓ કોલ કલાકો સુધી કરી શકીશ,
પણ ગળે મળવા તો દોસ્ત "નાના"ને રૂબરૂજ મળવું પડશે.
