રુહાની મિલન
રુહાની મિલન
હતો પ્રેમ ને અમે ભરપૂર હતા,
એકબીજામાં મગ્ન ચૂરચૂર હતા.
હવે હોઠ નો'તા બોલતા શબ્દ,
આંખો વાંચી શકતા શૂર હતા.
અનુભવી શકતા હર લાગણી,
ભલે એકમેકથી સાવ દૂર હતા.
પણ ફેંસલા એ કિસ્મત કેરા,
શું કહું એકદમ નિષ્ઠુર હતા.
ધટના એવી તો બની અચાનક,
પ્રહરો બધા અતિશય ક્રૂર હતા.
એ સ્વર્ગે ના દિલની બની પરી,
ઉદાસીન હું, શમણાં આતુર હતા.
શા માટે જીવી શકયો એના વિના,
આ જિંદગીના કેવા દસ્તુર હતા ?
ના ભૂલાતી, ના ભૂંસાતી હતી પ્રિત,
પણ અમે બંને જ મજબૂર હતા.
એક ઢળતી સાંજે, દોડી રુહ ભેંટવા,
મિલનના સાક્ષી પ્રકૃતિ તત્વો હાજરાહજૂર હતા.
