STORYMIRROR

Bharat Thacker

Abstract

4  

Bharat Thacker

Abstract

રુદન

રુદન

1 min
345

લાગણીની દુનિયા સામે, આંસુઓની કેવી હાર છે,

વહેતા આંસુઓ દેખાય મોતી જેવા અને રુદન નિરાકાર છે,


રુદનની કુદરતી બક્ષીસ છે માત્ર માનવ જાત માટે,

કારણ કે માનવ જાતમાં, લાગણી પારાવાર છે,


રુદનમાં છલકી પડે છે આંસુઓ, પાંપણના ક્યારામાંથી,

અતિક્રમી ગયેલી લાગણી, કેવી આરપાર છે,


આંસુઓમાં આગળ વધી જવાની હરીફાઈ હોય છે રુદન સમયે,

રડતી વખતે, આ આંસુઓની કેવી ધારદાર ધાર છે,


મર્દનું દબાવી રાખેલું રુદન, અટકી રહે છે બનીને ડૂમો,

પુરૂષનું તો રુદન પણ કેવું દિલદાર છે,


આંસુઓને દબાવી રાખવાની પણ હોય છે મજા,

એકલતામાં રુદન માટે ઓશિકાનો આધાર છે,


આંખોરૂપી છીપમાં સચવાયા હોય છે મોતી જેવા આંસુ,

સાગરમંથન જેવું હોય છે દિલમાં મંથન, રુદન અમૃતની ધાર છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract