STORYMIRROR

Mrudul Shukla

Inspirational

3  

Mrudul Shukla

Inspirational

ઋતુ વરસાદની

ઋતુ વરસાદની

1 min
243

ઋતુ વરસાદની આવી, ઋતુ વરસાદની આવી,      

ઘનઘોર ઘટા છે જામી, મોસમ આ પ્રેમની આવી,

ઋતુ વરસાદની આવી, ઋતુ વરસાદની આવી,


પ્રેમની વાછટથી હૈયું ભીંજાયું ને,                      

વાયરામા પ્રીતમનો સંદેશો લાવી,                     

ઋતુ વરસાદની આવી, ઋતુ વરસાદની આવી,     


પ્રેમીઓના મનના મોરલા ટહુક્યા ને,               

ચાતકે આકાશે મીટ છે માંડી,                    

ઋતુ વરસાદની આવી, ઋતુ વરસાદની આવી,    


હૈયામાં નીર પ્રેમનાં ઉભરાયાં,

અંતરમાં ઊંડી આશ છે જાગી,                        

ઋતુ વરસાદની આવી, ઋતુ વરસાદની આવી,       


નદીએ કિનારા છોડ્યા છે આજે,                

નેવે મૂકી લાજ લાગણી છે નાચી

ઋતુ વરસાદની આવી, ઋતુ વરસાદની આવી,  


મૃદુલ મનમાં આવી છે લાગણીની હેલી,              

આંખો ભીંજાણી ને નીકળી આંસુની રેલી,

ઋતુ વરસાદની આવી, ઋતુ વરસાદની આવી. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational