રટણ તારા જ નામનું
રટણ તારા જ નામનું


પળેપળ ઝૂરી રટણ કરું તારા જ નામનું!
રસવંતું રસીલું આજ પાન પ્રેમપ્યાલા જામનું!
રક્તે પ્રેમરંગે રંગાઈ લાલ,
હ્દયના ધબકતા ધબકારે શ્વાસમાં પ્રિયેને, સહવાસે ભરું!
નયને સ્નેહઝરણે ઝળઝળી,
એના જ નશીલા નશામાં વહી પ્રેમલીલા કરું !
મારા ભીતરે સળગતી આ જ,
જન્મોજન્મની આગ છે !
જ્યારથી મારા સ્વરે,
મલ્હારે વરસતો પ્રેમરાગ છે !
તુંં હોય દૂર તોયે છે તુંં પાસ,
એ ભાસતો આભાસ મુજને !
લાગે છે ભીનોભીનો,
મનનો આ રંગીલો આકાશ તુંજને?
પુકારું તુંજને અનહદ તુંં આવ...તુંં આવ,
જડી છે પ્રીતરીતથી જ જીવનજીત આ જગમાં!
મધરાતે તારા ખ્વાઈશનો તારો બની હુંયે આવું,
પિયામિલનથી જ વિજયીભવ:નો સ્પર્શ થાય રગેરગમાં!
પ્યાસા પ્યાસા અધર પર,
મીઠી રસવાણીનો છલકે મધુરો પ્રેમ !
કૃષ્ણની તો રંગત જ એ વેણુ,
રાધાના અધર પર ધરેલી હતી જે એજ સૂરનો રહેમ!
પળેપળ ઝૂરી રટણ કરું તારા જ નામનું!
રસવંતું રસીલું આજ પાન પ્રેમપ્યાલા જામનું!