STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

રટે રાધા

રટે રાધા

1 min
271

કા’ન કુંવરના મોરલાના છોગે, સખી મારી નજરું ગૂંથાણી

વૃંદાવનની વાટે ભૂલીને ભાન, હું ભોળી ભરમાણી

રટે રાધા ! કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી,


પીળાં પુષ્પોમાં પીતામ્બર ભાળી, પાંપણમાં આજ એને બીડું

આખા મારગડે દૂર દૂર ગોકુળમાં, ગોવિંદને હોંશેથી ગોતુ

નંદલાલના બારણે બહુવ્રીહિ બની, સૂધ-બૂધ ભૂલી હું શરમાણી

રટે રાધા ! કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી,


યમુનાને તીરે વૃક્ષોને પાંદડે, મીઠા ભણકારા મને વાગે 

પંખીડાના નાદ થઈ વેણુના સાદ, કાળજાને ઊંડે ઊંડે લાગે

સપનામાં આવી, મીઠી અઠખેલી કરે રે કાનજી વરણાગી

રટે રાધા ! કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી,


મોરલા ટહુક્યાને દૂર વાદળે શામળો દેખાયો સંતાતો

મનગમતાં કેસૂડાં ખીલ્યાં ને મને મધુવનમાં માધવ દેખાણો

તનમનને રંગજો ગુલાલે ઓ ગોપ, ગોકુળમાં છે આજ હોળી

રટે રાધા ! કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી,


છોગાળો છાનો છાનો ફોડે મટકી ને ફૂલડામાં દલડું સંતાડું

પાલવડે પ્રીત્યું બાંધીને મારા નયનોમાં નટવર રમાડું

પાલવને પડદે નજરું ઝુલાવીને છૂપું છૂપું હું શરમાતી

રટે રાધા ! કા’નાના કામણે ચૂંદડીના પાલવડે પ્રીત્યું બંધાણી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational