STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

રસોડું એક પાઠશાળા

રસોડું એક પાઠશાળા

2 mins
222

રસોડું તો મારી પાઠશાળા,

આ હરેક વાનગી મારી શિક્ષક,

જીવન જીવવાની પદ્ધતિ આપે,

આપે નવું જ્ઞાન,

આ ફાફડા કહે નરમ દિલ બનો,

નમ્ર બનો

પામશો લોકોના દિલમાં સ્થાન,


આ જલેબી કહે,

સમસ્યાઓની વણથંભી વણઝાર છે જિંદગી,

ભલે ઊલઝન હોય,

પણ મીઠા બની રહો,

આ રોટી શીખવાડે,

બલિદાનની ભાવના

લોકો માટે આ ઘઉં પીસાઈ,

સમાજ સેવક બની કરો સારા કામ,

મર્યા પછી પણ જીવંત રહેશે તમારું નામ,


આ તલની ચીક્કી શીખવે,

પરિવાર સાથે રાખો લગાવ,

થોડો ગોળ પણ રાખે ઘણા બધા તલ ને

એક સાથ,

એકતામાં છે ખૂબ તાકાત,

આ દાળ કહે તીખું મીઠું ખારું બધું જ હોય તો,

લાગે આ સ્વાદિષ્ટ,

મીઠી તકરારરૂપી વઘાર આપો,

નાખો હેતનું ગળપણ,

મીઠા ઝગડા રૂપી નાખો ખટાશ,

વ્હાલ રૂપી કોથમીરથી એને સજાવો,

બસ સૌ ના હૈયામાં પ્રેમ જગાવો,

એજ જીવનની સાચી રીત,

સૌના પ્રત્યે રાખો પ્રીત,


આ કડવા કારેલા કહે,

મારા જેમ કડવા ના બનો,

સાચી વાતો ને પણ ગળપણ ઉમેરી કહો,

પામશો સૌનો આદર સત્કાર,

આ તીખી તમતમતી મરચી કહે,

રાખો મીઠો સ્વભાવ,

જબાન રાખો મધ જેવી,

મળશે સૌનો પ્યાર,


આ મસ્ત મસ્ત ઉંધીયું કહે,

ભેગા મળી રહો સૌ,

સૌથી વધારે મારી ડિમાન્ડ,

સૌથી વધારે માન,

હું રાખું બધા ને સાથ,

મને આપે બધા સંગાથ,

ભાઈચારો છે મહત્વનો,

સૌ મળીને વિકાસ થાય

જીવવાની જડીબુટ્ટી આપે,

આપે નવું જ્ઞાન,

જો ને આ રસોડું મારી પાઠશાળા,

હરેક વાનગી શિક્ષક,

રહો બધા સાથે હળી મળી તો,

આ સંસાર બને,

મીઠો કંસાર.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy