STORYMIRROR

Dina Chhelavda

Romance Fantasy

4  

Dina Chhelavda

Romance Fantasy

રોશની કુદરતની

રોશની કુદરતની

1 min
414

ક્ષિતિજે ઢળતો અર્ધડૂબેલો સૂરજ જાણે,

પાંપણ ઢાળીને દરિયાને ચૂમવાને ચાલ્યો,


કેસરિયા રંગની ઓઢણીમાં આભ જાણે,

સલુણી-સંધ્યા સંગ ફાગ ખેલવાને ચાલ્યું,


રેતીમાં સરકતો રંગભીનો તડકો જાણે,

આથમતી સાંજના દરિયે ન્હાવાને ચાલ્યો,


નવોઢાના શણગાર સજવાને સાંજ જાણે,

તારાઓની ઓઢણી ઓઢી રૂમઝૂમતી ચાલી,


વાદળિયા ઘૂંઘટમાં છૂપાતો ચાંદ જાણે,

ચાંદની વિખેરતો કેવો શરમાતો ચાલ્યો,


સૂરજના તાપથી અકળાતો દરિયો જાણે,

નિરવ અંધકારમાં નિરંતર ઘૂઘવતો ચાલ્યો,


રોશની કુદરતની સમાવી આંખોમાં જાણે,

દિન આજ ઊગતો શાયર થઈ ચાલ્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance