રોજ આવે છે
રોજ આવે છે
યાદ તો તારી રોજ આવે છે પણ
શ્રાવણના વરસાદમાં વધુ ભીંજવે છે,
યાદ તો તારી રોજ આવે છે પણ
આસો માસમાં ગરબે ખૂબ ઘુમાવે છે,
યાદ તો તારી રોજ આવે છે પણ
દિવાળીના દિવસોમાં દીવા થઈ અજવાળે છે,
યાદ તો તારી રોજ આવે છે પણ
મકરસંક્રાંતિના લાડુમાં મીઠાશ ઘણી લાવે છે,
યાદ તો તારી રોજ આવે છે પણ
હોળીના રંગોમાં તન-મનથી રંગાવે છે,
યાદ તો તારી રોજેરોજ આવે છે !

